નકાબ અધૂરી પ્રેમ કહાની

(18)
  • 2.9k
  • 818

હાય , એ ય હેલ્લો મેમ..... વિકીએ પગની ચાલ ઉતાવળી કરી. પેલી અનજાન છોકરીને વાત કરવા ઘણી બૂમો પાડી પણ છોકરી ઝડપભેર બસમાં ચડી ગઈ. અને આજે પણ વિકી છોકરી સાથે વાત કરવામાં નિષ્ફળ ગયો. પણ હતાશ જરાયે નહોતો થયો. આ પહેલી વાર જ મોકો નહોંતો ખોયો પણ વિકીનો આજે આ સાતમો પ્રયત્ન હતો કે એ છોકરી સાથે વાર્તાલાપ થાય. અને એ વાર્તાલાપ આગળ જાય.પણ આવો મોકો ક્યારેય હાથ આવ્યો ન હતો.વિકી ફરી હાથ નવરા કરી જતી બસને જોતો રહી ગયો. અને બસ થોડીવાર માં વિલીન થઈ ગઈ. વિકીએ ફક્ત એની આંખો જ જોઈ હતી.જ્યારે પહેલી વાર બસની