પલ પલ દિલ કે પાસ - ઝોહરા સેહગલ ૧૦૨ આઉટ - 50

  • 4.9k
  • 1
  • 1.4k

ઝોહરા સેહગલ ૧૦૨ આઉટ ૧૦૨ વર્ષનું આયુષ્ય ભોગવીને ૧૦ જુલાઈ ૨૦૧૪ ના રોજ જન્નતનશીન થનાર પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભુષણ શબાના સેહગલ ની ઓળખ માત્ર ચરિત્ર અભિનેત્રીની નથી. ઉત્તમ ડાન્સર, કોરીઓગ્રાફર, થીએટરને સંપૂર્ણ જીવન સમર્પિત કરનારી આ નારી અદ્ભુત કલાકાર હતી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આ એક માત્ર એવી અભિનેત્રી હતી જેણે એક જમાનામાં થીએટરમાં પૃથ્વીરાજ કપુર સાથે અભિનય કર્યો હતો અને ૨૦૦૭આ રીલીઝ થયેલી ફિલ્મ “સાંવરિયા” માં કપુર કુટુંબના જ ચોથી પેઢીના નબીરા રણબીર કપૂર સાથે પણ અભિનય કર્યો હતો. ઝોહરા નું સાચું નામ સાહીબજાદી ઝોહરા બેગમ મુમતાઝ ઉલ્લાહખાન હતું. ૨૭ મી એપ્રિલ ૧૯૧૨ ના રોજ સરહાનપુર, યુ. પી. માં