ઉડાન

(15)
  • 2.4k
  • 832

સંગીતા ૩૦ વર્ષની યુવતી છે.છૂટ્ટીના દિવસોમાં તે પોતાના વતન ગામડે પીપળીયા આવેલી છે.ગામડાનાં જૂના ઘેર આવતાં જ પોતાના જીવનની એક એક પળ તાજી બને છે. આજે તો સંગીતા જીવનનાં અરણ્યમાં એકલી છે.જો કે તે માટે તેને કોઈ દુઃખ કે ફરિયાદ નથી. આજે તે જે કંઈ છે તે પરિસ્થતિમાંથી,સંઘર્ષમાંથી સાચું મોતી બનીને બહાર આવી છે. પોતાના માતા-પિતાના જૂના મકાનની બારીઓ ખોલતાંજ તેને વતનની આહ્લાદક હવા સ્પર્શી ગઈ. હાલ સંગીતા અમદાવાદ એરફોર્સમાં પાઈલોટ ની સર્વિસમાં છે.રજાના દિવસોમાં તે જૂની યાદોને વાગોળતા તે પીપળીયા આવી.ઘરનું તાળું ખોલતાની સાથેજ તે બેડ પર આડી પડી ને ભૂતકાળમાં સરી ગઈ. પોતાનાં શૈશવનો સમય તેને યાદ આવી