અનેરા લગ્ન

(30)
  • 3.3k
  • 843

મારો પરિવાર એટલે પપ્પા, જનકભાઈ , મમ્મી જીજ્ઞાબેન અને મોટી બેન ટીના , જે બે વરસથી પરણી ને પોતાના જીવનમાં ખુશ હતી.હવે પપ્પા અને મમ્મી નું મારા લગ્ન બાબત પ્રેશર વધી રહ્યું હતું.મધ્યમવર્ગી પરિવારે બધું સમજી, વિચારી ને આયોજન કરવું પડતું હોય છે.હપ્તા ઉપર જિંદગી જીવવાની પરંપરા હવે આદત બની ચૂકી છે.પરંપરા બદલી શકાય છે પણ આદત છૂટતી નથી! આદત કોશિશ કરી ને છોડી દઈએ , પણ દેખાદેખી થી પીછો કેમ છોડવો?હું એટલે આધુનિક વિચારધારા સાથે વહેતો પવન.જી હા,મારું નામ પવન છે . હું શહેરની નામાંકિત કંપની માં આસી.મેનેજર છું.અમારી કંપની સુપર માર્કેટ ની ચેઇન ધરાવે છે.શહેર ની વસ્તી અનુસાર