અંગારપથ. - ૪૨

(213)
  • 10.3k
  • 11
  • 5.7k

અંગારપથ. પ્રકરણ-૪૨. પ્રવીણ પીઠડીયા. “યા અલ્લાહ” ઝુબેરનું હદય એક ધબકારો ચૂકી ગયું. તેની નજરો સામેની દિશાથી આવતી બોટ ઉપર સ્થિર થઇ. એ પોલીસ બોટ નહોતી પરંતુ તેના તૂતક ઉપર ઉભેલા માણસો ચોક્કસ પોલીસવાળા જ હતા એ એક નજરમાં સમજી ગયો. જો કે હવે શું રસ્તો લેવો જોઇએ એ તરત સમજાયું નહી. તેના મગજમાં વિસ્ફોટો સર્જાતા હતા. એકાએક બદલાયેલી પરિસ્થિતિએ તેને બહાવરો બનાવી દીધો હતો. આજ સુધી ક્યારેય આવી હાલતમાં તે ફસાયો નહોતો. હંમેશા પોતાની સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખીને કામ કરવામાં માનતો વ્યક્તિ અચાનક જ્યારે કોઇ અણધારી મુશ્કેલીમાં ફસાય જાય ત્યારે બીજાઓ કરતાં સૌથી પહેલો તૂટતો હોય છે. એનું કારણ…