તું નથી છતાં જીવન ચાલે છે, પણ એ જીવનમાં તું નથી તો હું પણ જીવંત નથીસવાર પડે છે, પહેલા પણ પડતીજ, પણ હવેની સવારમાં “જલ્દી ઉઠો, પછી લેટ થશો તો મને જ દોષ દેશો” જેવો તારો મીઠો ઠપકો નથી.ચાનો સ્વાદ હજી એવોજ છે હો, હું જાતે પણ સારી જ બનાવી શકું છું, છતાં તારી સાથે ડાઈનીંગ ટેબલ પર બેસીને મળતી ચા પીવાની એ મજા નથી.ઓફિસનું કામ, વર્કલોડ, અપસેટ મૂળ, બપોરનું ટીફીન બધું જેમનું તેમ જ છે, પણ કામની વચ્ચે આવતા તારા કોલ, જમ્યું કે નહી એ પ્રશ્નમાં દેખાતી તારી ચિંતા જે એ સમયે મને ઇરીટેશન લાગતી, અને સાંજે, સાંજે થોડું