શિવલહેરી

(55)
  • 3.1k
  • 3
  • 963

વાર્તા-શિવલહેરી લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 તાંત્રિક શિવલહેરી બાબાએ વેધક નજરે હોસ્પીટલના બિછાને પડેલા હિંમતલાલ સામે જોયું.ગ્લુકોઝ ના બાટલા ચડાવેલા હતા.નાકમાં નળીઓ ભરાવેલી હતી.દવાનું ઘેન હતું પણ તોયે આંખો અધખુલ્લી હતી.સાત દિવસ થી હોસ્પીટલ માં એડમિટ હતા.હવે થોડા હોશ આવ્યા હોય એવું લાગી રહ્યું હતું.શિવલહેરી બાબા સાથે તેમની નજર મળી અને તેમની આંખોમાં ચમક આવી.ઘરના બધા સભ્યો પણ હાજર હતા.પત્ની ભવાનીબેન,બે જુવાન દીકરીઓ સખી અને સહેલી,કોલેજીયન દીકરો ધીરજ,અને હાજર બે ખાસ મિત્રો બધાએ નોધ્યું કે બાબા સાથે નજર મળતાં જ તેમની આંખોમાં ચમકારો થયો છે. શિવલહેરી બાબા ની ઉંમર પચાસ આસપાસ હશે.પણ સાડા છ ફૂટ ની હાઈટ,પહોળા ખભા,કસાયેલું શરીર,માથે જટા,છાતી