સાચ્ચો પ્રેમ

(18.7k)
  • 2.8k
  • 848

કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિનો દશકો હોય છે. તે સારો પણ હોય શકે અને ખરાબ પણ હોઈ શકે... પરંતુ આ સમય જે જીરવી શકે તે મહાન ને બુદ્ધિશાળી વ્યક્તિમા ગણના થાઈ. મેહુલ અને રુચિકા નો કોલેજમા પ્રથમ દિવસ હતો. રીશેષ મા રુચિકા નાસ્તા ની પ્લેટ મા સમોસા સાથે ચટણી ને ચા નો કપ લઇ જતી હોય છે ત્યારે ધ્યાન ન રહેતા મેહુલ સાથે અથડાય છે. મેહુલના લાઈટ પિન્ક કલર નો શર્ટ ખરાબ થાય છે... રુચિકા આઈ એમ સોરી.... મેહુલે સ્માઈલ સાથે ઓકે કઈ વાંધો નહિ... એમ કહી વોશ રૂમ માં જાય શર્ટ ને સાફ કરીને આવે છે....