એક વણઝારણ

  • 3.8k
  • 1.1k

રાત્રીના ૧૨: ૪૫ જેટલા વાગ્યાં હતાં. બસ ધીમે ધીમે અમારાં ઘર તરફ જઈ રહી હતી. બસની અંદર ખાખી કપડામાં મારાથી આગળની ચાર પછીની સીટ પર બેઠેલાં કંડકટર સાહેબ ક્યારના પોતાના હાથમાં રહેલા ટીકીટ મશીનમાં ઘુચવાયેલા હતા. જયારે બસમાં બેઠેલાં પેસેન્જરમાંથી મોટા ભાગનાં તો હમણાં જમીને સીટ ઉપર જ સુવાની તૈયારી કરી રહયા હતા. હું તો મારા મિત્ર નિકુંજભાઈનાં ઘરે જમીને જ ગીતામંદિર(અમદાવાદ) આવ્યો હતો. એટલે કઈ પણ ચિંતા ન હતી. કારણ કે એક અઠવાડિયાથી રોજ હોટેલનું જમ્યો હતો. પણ આજે આટલા દિવસ પછી તેના ઘરે જમીને ખુબ જ આનંદ થયો. જો કે આણંદ હોટેલમાં પણ સારું સારું જ જમ્યા હતાં.