લવ રિવેન્જ - ૬

(78)
  • 6.7k
  • 2
  • 4.3k

લવ રીવેન્જ પ્રકરણ-6 “મેરેજ ફિક્સ થઈ ગયાં...?” લાવણ્યા માંડ બોલી “ક્યારે...?” સિદ્ધાર્થ અને નેહાએ લાવણ્યાને ઘરે ડ્રોપ કરી દીધાં પછી લાવણ્યા તેનાં બેડ ઉપર પડી-પડી નેહા અને સિદ્ધાર્થ સાથે કારમાં થયેલી તેમની વાતચીત યાદ કરી રહી હતી. જ્યારે નેહાએ કહ્યું કે તેનાં અને સિદ્ધાર્થના મેરેજ ફિક્સ થઈ ગયાં છે ત્યારે લાવણ્યાની આંખોમાં ઝળહળીયાં આવી ગયાં હતાં. અત્યારે પણ જ્યારે તે નેહાએ કહેલી વાત યાદ કરી રહી હતી ત્યારે તેની આંખોના ખૂણા ભીંજાઇ ગયાં હતાં. લાવણ્યા ફરીવાર નેહાએ સાથે થયેલી એ વાતચિત યાદ કરવાં લાગી..... “બે વર્ષ પહેલાં...!” નેહા બોલી. “અમે બંને ક્ષત્રિય છીએને ....! તો અમારાંમાં મોટેભાગે વહેલાં