કાશ્મીરની ગલીઓમાં... 7

(16)
  • 1.8k
  • 3
  • 903

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ પોતાની આવનાર ટ્રેનિંગ અને પરીક્ષા પર સંપૂર્ણ ધ્યાન આપવા ઇનાયતને મળવાનું ટાળે છે, તે પરીક્ષા પૂરી કર્યા બાદ ઈનાયતને મળવા તેના ઘેર આવી જાય છે, જ્યાં સુલેમાન તેની તરફ આગળ વધે છે હવે આગળ, મનમાં તો હું ખૂબજ ખુશ થવા લાગ્યો કે મેં ઉલ્લુ બનાવીને અંદર પ્રવેશ મેળવ્યો પણ મારું હસવામાંથી ખસવું ત્યારે બની ગયું જયારે સુલેમાન મારી નજરો સામે આવી ગયો અને તે મારી તરફ જ આવી રહ્યો હતો,.......... 'આપ કર્નલ સાહેબની પાર્ટીમાં હતા બરાબર ને?? 'સુલેમાને મારી આગળ ઉભા રહીને પૂછ્યું, 'જી સર', મેં હડબડાટમાં કહ્યું, 'તો આપ અહીં?? ' સુલેમાને મારી સામું પ્રશ્નસૂચક નજરે જોયું, એટલામાં