એક હતો ડોલર

  • 2.6k
  • 1
  • 753

વિનીતની સ્કૂલ શટલ બહાર ઉભી રહી. તે દોડીને તેને લેવા બહાર આવેલા દાદાજીને વળગી પડ્યો."દાદાજી, આજે તો કોઈ પાસ્ટની, તમારા જમાનાની એવી વાત કહો કે કાલે સ્કૂલમાં કહું અને તાળીઓ મેળવું.""બેટા, પહેલાં ઘરમાં તો આવ? ભૂખ નથી લાગી?"પૌત્રના હાથમાંથી લેપટોપ અને પ્લે કીટ લેતાં દાદાજીએ કહ્યું અને વિનિતને માથે પ્રેમભર્યો હાથ ફેરવ્યો.આ 2060ની સાલ હતી. સ્કૂલો પહેલાં ખૂબ ફી ને કારણે 2030 થી 40 ના દસકામાં વર્ચ્યુઅલ બની ગયેલી. બાળકોને વાલીઓ ઘેર જ ભણાવવું પસંદ કરતા. અમુક વર્ષ એ ચાલ્યું, ફુલ્યું ફાલ્યું. પણ અમુક સમસ્યાઓ ઉભી થઈ. એક તો, પહેલાં સ્ટાન્ડર્ડથી પ્રોગ્રામિંગ, ખૂબ વિશાળ અભ્યાસક્રમ. બાળક ઘેર બેસી ભણે અને