સાચી મિત્રતા

(46)
  • 4.4k
  • 1
  • 829

હું છું સ્નેહા, રાજકોટ મારું મૂળ વતન છે, અમદાવાદમાં એન્જિનિરીંગ કરવા માટે આવી હતી, સોલા પાસે જ હોસ્ટેલ હતી અમારી, નવી નવી આવી હતી એટલે ખૂબજ ડર હતો કે મને ફાવશે કે નહિ લોકો સાથે, મારો સ્વભાવ મિતભાષી હતો એટલે સતત આ જ વિચારોએ મેં હોસ્ટેલમાં પગ મુક્યો હતો... મારી સાથે દિવ્યા કરીને રૂમ પાર્ટનર આવી, દિવ્યા સ્વભાવે ખૂબજ બોલકણી હતી એટલે હું પણ તેની સાથે સરસ રીતે ભળી જવા લાગી હતી, તે જામનગરથી આયુર્વેદિકનું ભણવા માટે આવી હતી, અમે બંને આખી આખી રાતો જાગીને વાતો કરતા હતા, દિવ્યા સાથે રહેવાથી મારો ડર ઓછો અને સ્વભાવ નિખાલસ થઇ ગયો હતો