કામ આપવું કે દાન ?

  • 4.7k
  • 1.2k

હું બરાબર બપોરના બળબળતા તાપમાં એક મિત્રની રાહ જોઈ નાના વરાછા ચોપાટી પાસે એક વૃક્ષની શીતળ છાયામાં ઉભો હતો. ઘણી રાહ જોઈ પણ મિત્ર ના આવ્યો તેથી હું રાહ જોઈ કંટાળી ગયો હતો. એમાંય એકલા બેસવું મને વધારે કંટાળાજનક લાગતું હતું. ત્યાંથી પસાર થતા એકલ દોકલ રિક્ષાવાળા મને ઈશારો કરી પૂછતાં હતા બોલો ભાઈ ક્યાં? તો કોઈ સજ્જન ગાડી લઇ નીકળે તો એ પણ ઈશારો કરી પૂછતાં લિફ્ટ આપું? હું દરેકને શાંતિ પૂર્વક બધાને ના કહેતો. પણ આ ઘટના પછી મને લાગ્યું આ નગર ખરેખર ખુબ દયાળુ છે. અહીંના લોકોમાં મદદની ભાવના ખુબ ઉમદા છે. સુરતના કવિ રઈશભાઈએ ખુબ સરસ