મૈત્રી - લગ્નજીવન

  • 2.4k
  • 743

રોહન અને રીતુ પતિ-પત્ની હતા. તેઓના લગ્ન ત્રણેક વર્ષ પહેલાં થયા હતા અને બંને સુખી દાંપત્ય જીવન વીતાવતા હતાં. તેઓ એકલા હોય ત્યારે ઘણીવાર રોહન રીતુને તેના ભૂતકાળના પ્રેમ સંબંધો વિષે પૂછતો રીતુ સુંદર હોવાને કારણે રોહનને હંમેશાં એમ લાગતું કે રીતુના અનેક પ્રેમ સંબંધો હશે. રીતુ આવા કોઈ સંબંધઓ હોવાનો ઈન્કાર કરતી છતાં રોહન તેને પૂછયા કરતો. એક નબળી ક્ષણે રીતુએ જ્યારે તે કોલેજના પ્રવાસમાં ગઈ હતી ત્યારે એક યુવક સાથે થયેલા પ્રેમ સંબંધની વાત કરી તે પછી પણ રોહન અન્ય સંબંધો વિષે પૂછતો રહેતો. બીજું કાંઈ ના હોવાને કારણે રીતુ કાંઈ કહેતી નહીં. પરંતુ થોડાં સમય પછી રોહન