ચકલી, વાંદરો અને મિલેનિઅલ્સ

  • 5.1k
  • 1
  • 1.2k

ચકલી, વાંદરો અને મિલેનિઅલ્સ એક મોટું ઝાડ હતું. આ ઝાડ પર વાંદરાઓની અવરજવર રહેતી. ઝાડની પાસે ઝાડીમાં ચકલી અને ચકલા મહેનત કરીને માળો બાંધી રહ્યા હતા. વાંદરો આ બધું જોઇને હસતો હતો. ચકલી ચકલાએ માળો બાંધી દીધો અને એમાં રહેવા લાગ્યા. એટલામાં વરસાદ પડ્યો. ચકલી અને ચકલો તો આરામથી માળામાં ભરાઈ ગયા પણ ત્યાં જુએ તો ઝાડ પર વાંદરાભાઈ ટાઢથી થરથરતા હતા. આ જોઇને ચકલીથી રહેવાયું નહીં અને સલાહ આપી બેઠી: ‘વાંદરાભાઈ તમે પણ અમારા જેમ માળો બાંધીને રહેતા હોવ તો આમ ઠંડી-વરસાદમાં હેરાન ના થવું પડે’. પણ વાંદરો કીધો કોને? એનો પિત્તો ગયો. બે કોડીની ચકલી મને સલાહ આપે?