સંસર્ગનિષેધ

  • 3.2k
  • 910

કેમ છો..?સંસર્ગનિષેધ ને માણી રહ્યા છો ને...?તમને લાગતું હશે કે આ શું કહેવા માંગે છે તો તમને કહું કે આમ જ સાવ નવરા નવરા Google સાથે ગોટાળે ચડવાનું મન થયું એટલે Google Translate પર જઈ *quarantine* શબ્દ જે આજકાલ દરેક મોઢે આવતો થયો છે તેને આપણી માતૃભાષામાં ભાષાંતર કરું..જોયું તો જવાબ મળ્યો સંસર્ગનિષેધ.. એટલે સાદી અને સમજાઈ એવી ભાષામાં કહું તો ફરજીયાત વણ જોઈતો અજ્ઞાતવાસ, એકાંતવાસ, કંટાળાવાસ, વગેરે વગેરે....આજકાલ સોશ્યલ મીડિયામાં તમામ પ્લેટફોર્મ પર આ જ ચર્ચાનો વિષય છે.. સોશ્યલ મીડિયાના સલાહકારોના અભૂતપૂર્વ પ્રયાસો થકી હવે તો સોશ્યલ મીડિયાથી પણ સંસર્ગનિષેધ થવું પડે તેવી સ્થિતિ ઉદભવી છે....ઘણા તો Corona અને Quarantine