અંગારપથ. - ૪૬

(162)
  • 9.5k
  • 11
  • 5.1k

અંગારપથ. પ્રકરણ-૪૬. પ્રવીણ પીઠડીયા. રિસોર્ટની પાછળનો સમગ્ર વિસ્તાર અલાયદો અને કિલ્લેબંધ હતો. એ વિસ્તારમાં પ્રવેશવાનો રસ્તો પણ અલગ હતો. તેના માટે સીસીટીવીની નજરો હેઠળથી પસાર થવું પડતું હતું. સીસીટીવીનાં મોનીટરોનું ધ્યાન રાખવા બે સિક્યુરીટી ગાર્ડ રાખવામાં આવ્યાં હતા જેને અભિમન્યુએ હમણાં જ પરાસ્ત કર્યા હતા અને દિવાલ પાછળની દુનિયામાં પ્રવેશવાનો રસ્તો શોધી રહ્યો હતો. ખરેખર તો સિક્યૂરીટીનો એ બંદોબસ્ત ઘણો ઓછો કહેવાય કારણ કે ડગ્લાસ જેવા અંડરવલ્ડ ડોનની સેફ્ટી પાછળ તો લોખંડી બંદોબસ્ત હોવો જોઈએ પરંતુ અત્યારે આ વ્યવસ્થા જાણી જોઈને કરવામાં આવી હતી જેથી કોઇને તેના અહીં હોવાનો શક ન જાય. રિસોર્ટનો આ તરફનો ભાગ દુનિયાથી અલિપ્ત રાખવાની