એક નવી શરૂઆત

(15)
  • 2.4k
  • 805

પૂર્વી જ્યારથી આ નવા પોતાના ઘરે રહેવા આવી હતી ત્યારથી એણે એક જાણે નિયમ જ બાંધી દીધો હતો. સવારે પૂર્વાંગ સ્કૂલે જાય પછી શ્રેયાંગ ઑફિસ જાય એટલે નજીક માં જ આવેલ જૈન મંદિર માં જઈને મહાવીર સ્વામી ના દર્શન કરવા જાય. સાસુ સસરા તો રોજ વહેલા જ આવી જતા પણ પૂર્વી નો પણ હવે નિત્યક્રમ બની ગયો હતો. એ ભગવાન સામે માથું નમાવીને એટલું જ બોલતી કે, તે મને ઘણુંય આપ્યું છે. સુંદર અને સ્વસ્થ બાળક, પ્રેમાળ પતિ, માતા પિતા સમાન સાસુ સસરા અને મોટાભાઈ અને મોટીબેન સમાન જેઠ- જેઠાણી. જે આપ્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર. પૂર્વી ને આમ