ઇતના CORONA મુજે પ્યાર - 5

(12)
  • 2.6k
  • 1k

અને એજ દિવસે મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એ લોક ડાઉન નો નિર્ણય લીધો. દરેકે દરેક ચેનલ પર આજ ન્યૂઝ ફ્લેશ થઇ રહ્યા હતા . ધ્રુવ આ ન્યૂઝ જોઈને વધારે ટેન્શન માં આવી ગયો. પંક્તિ પણ આ ન્યૂઝ સાંભળી રસોડા માં નિસાસા નાખવા લાગી.. આમ પણ ઘર નું વાતાવરણ ભારે હતું . એમાંય હવે ૨૪ કલાક એકબીજા સાથે કેવી રીતે રહેવાશે , એ વિચારીને જ બંને નર્વસ થઇ રહ્યા હતા . માણસ એક વિચિત્ર સામાજિક પ્રાણી છે જયારે કોઈ વસ્તુ એની પાસે ના હોય ત્યારે એની માટે રડતો હોય અને અચાનક જયારે એ વસ્તુ એને મળી જાય તો એને માણવાનું છોડીને બીજી