અંગારપથ. - ૪૮

(178)
  • 9.6k
  • 19
  • 5.2k

અંગારપથ. પ્રકરણ-૪૮. પ્રવીણ પીઠડીયા. બે જ પ્રહારમાં અભિમન્યુને અહેસાસ થયો હતો કે તેનો સામનો કોઇ સામાન્ય વ્યક્તિ સાથે નથી પણ એક ભયાનક તાકતવર રાક્ષસ સાથે છે. તેણે જલ્દી કંઇ ન કર્યું તો જરૂર આ પહેલવાન તેને રમત રમતમાં જ મસળી નાંખશે, તે કમોતે મરશે. પહેલેથી જ તેણે સાવધ રહેવાની જરૂર હતી પરંતુ ડગ્લાસ સાથે વાતચીત કરવામાં એ સાવધાની હટી હતી જેનું પરીણામ અત્યારે તે ભોગવી રહ્યો હતો. પરંતુ એમ હાર માનવાનું તેનાં જિન્સમાં નહોતું. આનાથી પણ ઘણી ભયંકર પરિસ્થિતિઓનો સામનો તેણે કર્યો હતો. સૈન્યમાં મોત હંમેશા માથે મંડરાતું હોય, શ્વાસની છેલ્લી કડી તૂટવાની હોય, જીવતા રહેવાનો કોઈ માર્ગ સૂઝતો