નાનપણની દોસ્તી.. - ભાગ-૧

(24)
  • 3.4k
  • 1
  • 1.3k

અરે...! પ્લીઝ યાર તું બારી બંધ કરને આ સૂર્યના કિરણો મારી ઊંઘમાં ખલેલ પહોંચાડી રહ્યાં છે, મને હજું ઊંઘ આવે છે સંજય પ્લીઝ માની જાને મારી વાત તું બારી બંધ કરને આમ ઊંઘમાં બબડતી દીપાલી ક્યાં જાણતી હતી કે બારી ખોલીએ સંજય નહીં પણ એની મમ્મી શોભના હતી, દીપાલી તો બસ સવાર સવારમાં સંજયના નામની માળા જપતિ હતી, અને દીપાલીની મમ્મી "શોભના અંતે થાકી બોલી દીપાલી હું સંજય નહીં તારી મમ્મી છું બેટા ઉઠ હવે ઘડિયાળમાં જો અગિયાર વાગી ગયાં બેટા." "દીપાલી : મમ્મી અગિયાર વાગી ગયાં અને તું પણ ખરી છે હવે છેક મને જગાડે