અસમંજસ

(18)
  • 2.5k
  • 714

બારણું જોરથી પછડાવાનો અવાજ આવ્યો અને અવનીની વિચારતંદ્રા તુટી....તે સમજી ગઈ કે ફરી આલોક ગુસ્સામાં જ બહાર નીકળી ગયો...હવે એ મોડી રાત્રે જ આવશે... આ લગભગ રોજનું જ હતું. અને હવે તો એને આદત પડી ગઈ હતી...આલોકનાં સ્વભાવની,એનાં ગુસ્સાની,એની જીદની,એની ગાળોની,એનાં દ્વારા કરવામાં આવતી જુઠ્ઠી દલીલો,એનાં ખોટા અહંકારની અને એની કૃતઘ્નતાની....હવે આલોકનાં વર્તન માટે પોતાને જવાબદાર માની એ કલાકો રડતી નહિ... હવે એ જે એણે કરી જ નથી એવી ભુલો માટે દુઃખી નહોતી થતી...એવું તો જરા પણ નહોતું કે એ આલોકને પ્રેમ નહોતી કરતી...ના, પ્રેમ હતો માટે તો માફ કરતી જતી... એ આલોકને,જેને પોતાનાં વર્તનથી