મારી અગાશી

  • 1.9k
  • 747

સ્વની ખોજ એ માનવીનું મૂળભૂત લક્ષ છે, અંતર્મુખી થઇ ભીતર ચાલતી ભવ્યતાનું દર્શન કરવું અને પોતાનામાં નિરંતર ધબકતી ચેતનાની અનુભૂતિ કરવી એ જ જીવનની ખરી ઉપલબ્ધિ છે. બહારનો કોલાહલ શમી જાય, ત્યારે અંતર તરફ જવાની શરૂઆત થાય. શહેરીકરણ અને અત્યંત વ્યસ્તતા ભર્યા જીવનમાં વ્યક્તિને પોતાના તરફ ગતિ કરવાની તક સાંપડતી નથી. અતિશય થતી દોડધામ; ચિંતા અને તાણ જન્માવે છે. આજના સમયમાં નિરાંતનાં શ્વાસ લેવાની ફુરસદ માનવજાત પાસે રહી નથી. દિવસભરની ભાગદોડ પછી મોડી રાત સુધીનો સમય ટી.વી અને મોબાઈલ ભરખી જાય છે. શાંતિ, સ્થિરતા અને સુખ જાણે કે માનવજાત માટે દોહ્યલા બન્યા છે. વિચાર કરવાની, મનન કરવાની કે કાંઈ નવું