અંતિમ ઈચ્છા - ભાગ ૩

  • 3.4k
  • 1
  • 1.4k

અધ્યાય ૩ અગણિત પ્રકાશવર્ષો સુધી ફેલાયેલા અવકાશમાં ચારેકોર ચમકતા તારલાઓ જોતા-જોતા ઋષિ દાદી ગોમતીબાએ કહેલી સપ્તર્ષિ નક્ષત્ર સાથે જોડાયેલી લોકવાર્તા મનમાં વાગોળી રહયો હતો. નાનપણમાં જ્યારે ઋષિએ આ વાર્તા સાંભળી હતી ત્યારે એણે શાળામાં વિજ્ઞાનના શિક્ષકે ભણાવેલા પાઠની ચોપડી ઉઘાડી એમાં લખ્યા પ્રમાણે ધ્રુવ તારાથી દક્ષિણ તરફ સીધી લીટી દોરી કોઇ ખગોળશાસ્ત્રીની માફક સપ્તર્ષિ નક્ષત્ર શોધી પણ કાઢયું હતુ. ક્યારેક પોતાના વિમાનમાં છેક સપ્તર્ષિ નક્ષત્ર સુધી પંહોચી એમની સેંકડો વર્ષો પુરાણી પ્રણયાત્રાને અંતિમ પડાવ ચીંધવાનો જે વાયદો મનોમન કર્યો હતો, શૈશવની એ ક્ષણો ઋષિના મનમાં આજે ફરી ઉજાગર થઈ હતી. ***** હજુ સાતમી ચોપડી ભણતો ઋષિ વેકેશનમાં મામાને ત્યાં રોકાવા