બાવાજી

(24)
  • 3.8k
  • 989

-----------------------------------| બાવાજી |---------------------------------------------------- ---- અર્જુનસિંહ.કે.રાઉલજી. આખા ગામમાં હાહાકાર મચી ગયો , જેણે સાંભળ્યું તેનું મોંઢું આશ્ચર્યથી પહોળું થઇ ગયું --- ના હોય...! બાવાજી ? બાવાજી આવું કરે ? માન્યામાં આવે એવી વાત જ નહોતી ..! કેટલાં બધાં વરસથી બાવાજી આ ગામમાં રહેતા હતા અને મહાદેવના મંદિરના પૂજારી હતા ..! તે ઉઠીને આવું કરે ? અને તે પણ કોની સાથે ? સુરેખા સાથે ? જે બે બાળકોની મા હતી ...! નહીં ...નહીં ... તો પણ પાંત્રીસ વરસની ઉંમર તો હશે જ તેની ...! બાવાજી જેવો પવિત્ર અને ભગવાનનો માણસ – જેને આખું ગામ પૂજતું હતું ,કટોકટીના પ્રસંગે જેની સલાહ