રસ્તો- આત્મકથા

  • 4.4k
  • 1
  • 1.3k

સાંજનો આશરે ૭:૩૦ વાગેનો સમય નાનકડા શહેરોમાં ટ્રાફિક હવે આ સમયની આસપાસ ઘટવા લાગે છે . એમાં હજી ચોમાસુ પૂરું ઉતરિયું નથી. વરસેલી વાદળીના ટીપાની ભાતવાળી ચાદર સાક્ષી પૂરતું હતું કે થોડી વાર પેલા અહીં ઝાપટું પડ્યું હશે. સ્ટ્રીટલાઈટએ પોતાની ડીમ રહેવાની પ્રકૃતિ જાળવી રાખી જેનો એક ફાયદો એમ થયો કે વરસાદી ઉડાઉડ કરતા જીવડાંઓ એ તેની મહેમાનગતિ ઓછી માણી છે. જેનો ફાયદો મને મળ્યો અને હું ત્યાં આછા અજવાળે ઉભી રહી ગઈ. " અરે, ઓ ભાઈ સંભાળીને. " - મને મારા આજના વક્તાનો અવાજ સંભળાયો. " જોજે, આગળ ખાડો છે. " " ભાઈ , આટલી ઉતાવળે ક્યાં ચાલ્યા? " " આવો આવો , કેમ છો?