ભૂખ...( કોરોના લોકડાઉન વાર્તા )

(14)
  • 5.7k
  • 1.2k

આખરે મોબાઇલ મચડી મચડીને એ કંટાળ્યો.એણે એનું ધ્યાન બીજે વાળવા માટે આસપાસ નજર ફેરવી.ઝાંખા બળતા હેલોજન બલ્બના આછા અજવાળામાં નજર ફેરવી તો ફરી એ જ દ્રશ્ય દેખાયું જે તે છેલ્લા 14 - 15 દિવસથી એકધારું જોઈ રહયો હતો ચોકોર ફેલાયેલા બોક્સેસ અને લાકડાની પટ્ટી વાળા કાર્ટન્સ..સાથે જ કંતાનની અને પ્લાસ્ટિકની ગુણીઓ તેમજ ઓફિશિયલ સીલ મારેલા જાત જાતના ને ભાત ભાતના પેકિંગ્સ. દરેક ઉપર સીલ સાથે લેબલ મારેલા હતા..જે જે લોકેશન પર તેને પહોંચાડવાના હતા તે દરેક સિટીના અથવા તેની નજીકમાં આવેલા રેલવે સ્ટેશનનું નામ , તેમના જંકશનની 3 અક્ષરની કોડ સાઈન અને જે તે જણસ જે તેમાં પેક કરેલી હતી