ગંગામાસી

  • 2.2k
  • 560

ગંગામાસીવધેલી બે રોટલીમાં તેલ નાંખીને ખાઈ એ ઊભી થઈ, વાડામાં જઈ એક ટોપલો ભરેલાં વાસણો ધોવા માટે બેઠી. સૂરજ દાદા માથાની વચ્ચોવચ ઊભા રહી આગની વર્ષા કરી રહ્યાં હતાં. ગરમ પવન ચામડી બાળી રહ્યો હતો. તેણીએ પાણીની છાલક મારી ઠંડકનો અનુભવ કર્યો."લે, કાંસકી લે, બુટ્ટી લે, ચાંદલા લે, મંગળસૂત્ર લે એ એ..."ભરબપોરે પણ આ અવાજ અત્યંત ઘાટો હતો. ધીરે ધીરે એ અવાજ ખૂબ જ મોટો થતો ગયો. કંઇક યાદ આવતાં એ વાસણો બાજુમાં મૂકી જલ્દીથી બહાર દોડી. બહાર જઈને જોયું તો એકદમ આવાક થઈ ગઈ.પચાસેક વટાવી ચૂકેલી એક માજી જોઈ. મેલું લૂગડું કાછડો વાળીને પહેર્યું હતું, ચોળી અને લૂગડાંનાં રંગમાં