સોયદોરો..

(20)
  • 3.1k
  • 723

સંધ્યા ટાણે ઝાલર વાગતી અને ખાટલે પડેલા રમાબાને પેટમાં ફડકો પડી જતો, કે હમણાં વર્ષા વહુ આવશે અને જમવાની થાળી ટીપાઈ પર પછાડી ચાલી જશે,વર્ષાનો તો આ રોજનો નિત્યક્રમ બની ગયો હતો,અને રમાબા પણ રોજની માફક આવેલી થાળીને પગે લાગી મા અન્નપૂર્ણાની માફી માંગી લેતા,મુંગા મોઢે આજ સુધી કશું બોલ્યા નથી,રમાબાની દીકરી પણ જ્યારે મળવા આવતી ત્યારે અચૂક કહેતી, મમ્મી તું કંઈક તો બોલ, ક્યાં સુધી આ બધું સહન કરતી રહીશ? તું આમ મૌન રહીશ તો કેમ ચાલશે,"છતાં રમાબા દીકરીને કહેતા, બેટા"ન બોલવામાં નવગુણ"અને હંમેશની માફક બસ હસતાં જ રહેતા."પતિ વિનોદરાયનું લાંબી બીમારી બાદ અવસાન થતાં રમાબા ત્યારથી સાવ ભાંગી