મધર એક્સપ્રેસ - 2

  • 4.1k
  • 1
  • 1.7k

મધર એક્સપ્રેસ પ્રકરણ ૨ ‘અલ્લા હાફીઝ’ કહી અમઝદ રીક્ષામાં બેસી ગયો. રીક્ષા દોડવા માંડી. સવારનો સમય હતો. જામનગરના મધ્ય માર્ગો પરથી પસાર થતી રીક્ષામાં બેઠેલો અમઝદ ‘વેલ કમ પ્રધાનમંત્રીશ્રી’ના બેનર્સ પર ઝહેરીલી નજર દોડાવતો હતો. એને ખબર હતી કે આજે સિક્યોરીટી ફૂલ ટાઈટ હશે. કોઈ માઈનો લાલ, રેલ્વે સ્ટેશન કે નવી ઉદઘાટન પામવા જઈ રહેલી ટ્રેન ‘મધર એક્સ્પ્રેસ’ની નજીક પણ નહીં ફરકી શકે. પણ બીજી તરફ એને વિશ્વાસ હતો કે પ્રધાનમંત્રી ટ્રેનમાં હાપાથી જામનગર સુધીની મુસાફરી કરવા બેસશે અને ટ્રેન ઉપડવાની સાતમી જ મિનીટે જયારે ટ્રેન જામનગર સ્મશાન પાસેના પુલ પરથી પસાર થતી હશે ત્યારે જ એમાં ગોઠવાયેલા ચાર બોમ્બ