8 એપ્રિલ 1929એ ભગત સિંહ અને બી.કે.દત્ત એ બોમ્બ દિલ્હીમાં ફેંક્યો, પણ પડઘા આખા દેશમાં ગૂંજ્યા!

(15)
  • 5k
  • 6
  • 2.7k

23મી માર્ચ 1931ના દિવસે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને સાંજે સાત વાગે ફાંસી આપવામાં આવી હતી. ખરેખર, તો ફાંસી નો સમય ૨૪મી માર્ચ 1931ના દિવસે સવારે સાત વાગે રાખવામાં આવ્યો હતો, પણ જેલની બાહર અને લાહોર શહેરમાં ચાલી રહેલી રેલીથી અંગ્રેજ સરકાર ગભરાઈને સવારે છ વાગેને બદલે અગિયાર કલાક વહેલા ફાંસી આપવાનો નિર્ણય કર્યો હતો. 22મી માર્ચ 2020ના રવિવારના દિવસે ભારતના વીર ક્રાંતિકારી ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની યાદમાં એક કાર્યક્રમનું આયોજન રાખ્યું હતું. વિચાર એવો હતો કે, 22મી માર્ચ 2020ના દિવસે રવિવાર હોવાથી વધારે ને વધારે લોકો પ્રોગ્રામમાં ભાગ લઈ શકે એવું આયોજન ગોઠવ્યું હતું.