નગુણીયો...એક જાનપદી નવલિકા

  • 4.5k
  • 1
  • 1.2k

એનું નામ નવઘણ...દેવડી ગામ ને પાદર એનું ખોરડું રહે..ગામ દેવડી..નાનકડું ખોબા જેવડું ગામ. ડુંગરો ની વચ્ચે ઉપર આભ, ને નીચે ધરણી..વચ્ચે એવું એક ગામ વસેલું હતું.જાણે માના ધાવણ ને ખોળા માં એક શિશુ ચોંટેલું હતું.. આવું ગામ ને એને અડીને વોકળું આવેલું...પાસે થી જ એ વોંકળા માંથી પાણી દદડ દદડ કરતું વહેતું ને જઈ ને ગામને નાગણ જેમ વીંટી ને પડેલી નદીમાં જઈ ને સમાઈ જતું.. આ નદીના વહેણ માં પહાડોની ટોચે થી વરસતા ઝરણાઓ ને, વહેણ, ને નાની મોટી ધારાઓ પોતાનું સ્થાન ગોતી જ લેતી..પણ પાણી નો મુખ્ય સ્ત્રોત તો ડૂંગર થી નીકળતો એક મોટો ધોધ હતો..જે ખુબજ જોર