મહામુશ્કેલી પછી નું આપણું ભારત

  • 1.6k
  • 482

મહામુશ્કેલી પછી નું આપણું ભારત(આપણી આવતીકાલની આર્થિક સ્થિતિ નો આધાર સરકારની તથા આપણી કામગીરી ,દ્ર્ઢતા તથા પ્રતિબદ્ધતા ઉપર !)........ એક વિચાર . મુશ્કેલી , મુશ્કેલી અને બસ મુશ્કેલીઓએ છેલ્લા દોઢ માસથી સામાજિક ,આર્થિક ,રાજકીય તથા વૈશ્વિક જીવનના પાયા હચમચાવી નાખ્યા છે ! આપણે ત્યાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના સદાબહાર નેતૃત્વમાં આપણી સરકારે આગમચેતીના ઘણા બધા પગલાઓ લીધા છે જેથી કરીને આ મહામુશ્કેલી (મહામારી) ને કંટ્રોલ કરી શકાય, રોકી શકાય તેમજ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય . આપણી રિઝર્વ બેંકે પણ આર્થિક બાબતોને આ મુશ્કેલ ઘડીમાં બેલેન્શ કરવા રેપોરેટ , રિવર્સ રેપોરેટ , CRR વગેરેમાં કાપ મુકી ,લિક્વિડિટી વધારી ખુબજ સુંદર કામગીરી બજાવી છે તથા દરેક પ્રકારની લોન માટે 3 મહિનાનો સમય વધારી