પીંખાયેલું પારેવું

(11)
  • 1.8k
  • 1
  • 589

સમય અઠવાડિયાના કામનો ભાર પતાવી ને હાશકારો અનુભવતા ‘હાશ..હવે કાલે રવિવાર ની મજા મણીશું” એવો ભાવ અનુભવતા. પોતાની ઓફિસને તાળું મારીને બહાર નીકળે છે. ઘડિયાળમાં જુવે છે તો બરાબર રાત્રીના અગીયાર વાગ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને શહેર ના રસ્તા ઉપર પણ માણસોની અવર જવર ધીમી થઈ ગઈ છે. સમય પર્કિંગમાંથી પોતાની ગાડી કાઢી પોતાના ઘર તરફ જવા ગાડી હંકારી મૂકે છે. શહેરની રોશનીનો ઉજળિયાત રસ્તો વટાવીને હવે ગામડાના ઉબળ ખાબળ રોડ ઉપર સમય ની ગાડી ગગડી રહી છે. રસ્તો એકદમ સુમસામ અને ચારે કોર અંધારપટ ફેલાયેલું છે. રોડ ઉપર ઊંચા ઝાડ ની વચ્ચે માત્ર ગાડી ની લાઈટનો જ