ભુરી આંખોનું ક્ષિતિજ

  • 1.8k
  • 1
  • 767

ભૂરી આંખોનું ક્ષિતિજ 10.૦૦ AM 25-7-2019 કોન્ફરન્સ રૂમ હેડ ઓફીસ, સનહાર્ટ ફાર્મા. મુંબઈ કોન્ફરન્સ રૂમમાં બધા જ પોતપોતાની જગ્યા એ ગોઠવાઈ ગયા હતા, ફક્ત ટેબલના બંને છેડાની આગળની બે ત્રણ ખુરસીઓ ખાલી હતી. ટેબલની આગળ એક યુવાન ઉભો હતો. આકાશ શર્મા – ૩૫ વર્ષનો યુવાન, છ ફુટ ઊંચાઈને મધ્યમ બાંધો, રૂપાળો વાન વ્યવસ્થિત ટ્રીમ કરેલી દાઢી ને જેલ નાખીને બરાબર ઓળેલા એના વાળ ને ઘેરા કાળા રંગની એની આંખો, કોઈને પણ મોહિત કરી દે એવું વ્યક્તિત્વ. કોઈની નજર આકાશ પર પડે તો પળવાર તો એની નજર આકાશ પર જ અટકી જાય. આજે એને બ્લેક