અતિત

(13)
  • 2.6k
  • 541

શાંતિ વિલા રો-હાઉસની છેલ્લી શેરીનું આખરી મકાન. આશરે પાંસઠ વર્ષના અમરતકાકા સવારના દસેક વાગ્યે પોતાની આરામ ખુરશી પર બેઠા હતા. પાંચ વર્ષનો નાનકો બબલુ સોફા પર આડો પડી મમ્મીના મોબાઈલમાં ગેમ રમવામાં મશગૂલ હતો અને મમ્મી કીચનમાં. અચાનક બારીના કાચ સાથે અથડાઈને એક રબ્બરીયો બોલ આવીને સોફા પર ધબ્બ દઈને પડ્યો. એકાએક આવી પડેલા બોલથી નાનકો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી મોબાઈલ છટકીને સીધો જમીન પર પડ્યો. નાનકો રડવા લાગ્યો. ‘ચાલો ભાગો અહીંથી… આખો દિવસ­­­ ક્રિકેટ… ક્રિકેટ..! આ એક જ જગ્યા દેખાય છે તમને રમવા માટે…?’ અમરતકાકા ઊભા થયા અને બારી પાસે જઈને મોટેથી બૂમ પાડી બોલ્યા, ‘માથાનો દુઃખાવો બની