મોટાપો

  • 4k
  • 1k

મોટાપો !!!વહેલી સવારે ચાના કપ સાથે હાથમાં લીધેલો બ્રેડ-બટર જામનો ટુકડો મોંઢામાં મૂકું તે પહેલાં તો નજર પેટ ઉપર ગઈ. જાણે મોટરનું ટાયર ગળી ગયો હોઉં તેવું ગોળમટોળ પેટ, ને જાણે કપાસની ગુણ ઉપર માથું મૂક્યું હોય તેવો ફાટું ફાટું દેખાવ !! જમીન ઉપર પેટ ઢોળાઈ ન જાય તે હેતુથી પહેરેલ શર્ટનાં ગાજ-બટન તો બિચારાં એક બીજા સાથે હાથાબેલી કરી, મહા મહેનતે જોડાયેલાં હતાં. એ વળી ઓછું હોય તેમ ઉપરથી 'ઓએનજીસી' સાથે 'એમઓયુ' કરી શકાય તેટલી તો ગેસની તકલીફ. શરીર કાંપવા લાગ્યું, અંતરનાદ થયો ! બસ હવે તો બહુ થયું ! ત્યાં પડેલાં ગ્લાસમાંથી હથેળીમાં જળ લઈ મેં ભીષ્મ પ્રતિજ્ઞા કરી