માડી જાયો

  • 2k
  • 1
  • 711

" અલ્યા મીનકી ના બાપા, આ ફળિયામાં આટલું બધું પાણી કેમ ભરાણું છે? જોવો તો જરાક. પોર આખુ વરાહ આવ્યો નહીં, ને ઓણ જાણે બેય વરાહ નું ભેગુ વરહી જાવું હોય એમ કરેસ. બંધ્ય થાવાનું નામ જ લેતો નથી અભાગ્યો." દેશી ઘરના રસોડામાંથી ધાનુબા બોલ્યા. ઓસરીમાં જોળી જેવા સુતરના ખાટલામાં કેસરી માથે બાંધવાના રૂમાલને કમર અને બંને પગના ગોઠણ ફરતે બંધ મારી વરસાદ જોવા માં લીન થઈ ગયા હતા. છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઇ હતી. સામેથી આવતી વાછટને લીધે કેસરી આમ તો