હમસફર ઓ મેરે હમસફર

  • 3.1k
  • 843

ટૂંકા ઉભા વાળ,બેઠી દડીનું શરીર,કાળો કહી શકાય એવો શ્યામ વર્ણ,છેલ્લી પાટલીનો વિદ્યાર્થી રામલો એક વખત અચાનક તમારી દુકાને આવેલો.તમારો સહાધ્યાયી એટલે તમે એને આવકારેલો.આમ નામ એનું રમેશ પણ એની શકલ અને એની રીતભાત એને રમેશને બદલે રમલો કહેવા મજબૂર કરે એવી હતી.કપડા પણ ક્યારેય મેચિંગ પહેર્યા ન હોય.માથું ઓળવાનું તો નામ જ નહી.એ રમલો એટલે કે રમેશ એકાદ બે દિવસે તમારી દુકાને આવવા લાગેલો.કૉલેજ પૂરી થાય એ પછી તમારા પિતાજીની કરિયાણાની દુકાન તમે સંભાળતા.એ તમારી દુકાનથી તો પાંચેક કિમી દૂર ગામમાં રહેતો.છતાં એકાદ બે દિવસે તમારી દુકાને આંટો મારી જતો. એક વખત તો તમે એને પૂછી લીધું'રમેશ ખાલી મારી દુકાન