લવ રિવેન્જ - 14

(73.7k)
  • 8.9k
  • 5
  • 5.3k

લવ રિવેન્જ પ્રકરણ-14 "ટ્રિંગ....ટ્રિંગ....ટ્રિંગ....!" સવારના લગભગ સવા સાત વાગ્યે લાવણ્યાના મોબાઇલમાં મૂકેલું એલાર્મ વાગ્યું. છેલ્લાં એક કલ્લાકમાં આ ચોથી વખત એલાર્મ વાગી રહ્યું હતું. દર વખતે પચાસ સેકંડ જેટલું વાગીને બંધ થઈ જતું એલાર્મ લાવણ્યાએ મૂળ છ વાગ્યાનું મૂક્યું હતું. પણ સિદ્ધાર્થનાં વિચારોમાં ખોવાયેલી લાવણ્યાને રાત્રે ત્રણેક વાગ્યા સુધી ઊંઘજ નહોતી આવી. બેડમાં પડખાં ફેરવતાં-ફેરવતાં છેવટે મળસ્કે સાડા ચાર વાગ્યે તે માંડ ઊંઘી હતી. મોડાં સૂવાંને લીધે છેલ્લાં કલ્લાકમાં ત્રણેક વખત એલાર્મ વાગ્યું હોવાં છતાં લાવણ્યા જાગી નહોતી. આંખો ચોળતી લાવણ્યા છેવટે બેડ ઉપર બેઠી થઈ અને બેડની બાજુમાં ડ્રૉઅર ઉપર પડેલો મોબાઇલને ઉઠાવી એલાર્મ બંધ કરવાં