જુઠ્ઠા દાદાજી

  • 3.7k
  • 1.8k

" જુઠ્ઠા દાદા "" સદીઓથી પ્રથા એજ પળાય છે..!! પથ્થરોથી પ્રેમ કેમ તોલાય છે ?"============" દાદા, તમે સાવ જુઠ્ઠા છો. " નિહાર નું શરીર ક્રોધથી કાંપતું હતું. માત્ર અઢી જ વર્ષના, યશ સાથે રમતાં-રમતાં, ઝઘડી પડેલા, પાંચ વર્ષના નિહારે , ચહેરા ઉપર અત્યંત આક્રોશના ભાવ સાથે, દાદાને, અદ્વિતિય ઈલ્કાબ આપી દીધો. દાદા તો આ સાંભળીને સન્ન રહી ગયા.વાતમાં ક્યાં કશો દમ હતો, તે આટલા નાના પૌત્રએ, દાદા વિષે છેક, આવા અંતિમ તારણ પર આવવું પડે ? દાદા, જેટલો પ્રેમ યશ ને કરે, તેટલોજ પ્રેમ નિહારને પણ કરે છે. દાદા બહાર જાય ત્યારે, કાયમ એકસરખી બે વસ્તુજ, ખરીદી લાવે. આજ કારણે, બંને બાળકોને