હૃદયસ્પર્શી અનુભવ

  • 4.8k
  • 1
  • 1.4k

લોકડાઉન સમયમાં, પાંજરાપોળ ના ફુટપાથ પર બનેલો મારી સાથેનો એક બનાવ યાદ આવ્યો,એ પ્રસંગના શબ્દો અને ભાવનાને વ્યકત કરુ છું :શિયાળાની કડકડતી ઠંડીમાં, મસ્ત પવનની ઠંડી લહેરો અમદાવાદના કિલ્લોલથી ધમધમતા રસ્તાને પોતાના સુસવાટાથી વધારે જ ધમધમાવતી હતી, ચોતરફ ઠંડીના સુસવાટા બોલતા હતાં, ત્યારે હું પણ મારા દોસ્તો સાથે એ આહ્લાદક લહેરોની સાથે ચા ની ચૂસકી લગાવવા અને ઠંડીને માણવા નિકળી હતી, સાહેબ આપણે તો મસ્ત લેધરનું જેકેટ, હાથમાં મોજા, પગમાં બુટ અને માથા પર સ્કાફ બાંધીને પ્રકૃતિને માણવા નિકળ્યા હતાં, ત્યાં અચાનક એક નાનુ બાળક જેને જોઈને આપણને લાગે છેલ્લા બે -ત્રણ દિવસથી એને અન્ન નહીં મળ્યુ હોય, શરીરને ઢાંકવા યોગ્ય