ને પ્રેમ થઇ ગયો !

  • 4.3k
  • 2.6k

સવ્યા એટલે એ જે બધા નાના છોકરાઓને રોજ ચોકલેટ્સ આપે, એ જે મંદિરે બેઠા ડોસીમાઓ જોડે ઑફિસેથી આવતા સમયે થોડા ગપ્પા મારી લે, એ જે એના ભાઈ જોડે રોજ જ જગાડો કરે અને પછી મનાવે,એ જે આવતા જતા કોઈ ઓવરટેક કરે એને તો ગુસ્સો કરે! આમ તો એકદમ સામાન્ય છોકરી.બધા વ્યક્તિ જોડે બહુ સારી રીતે ભળી જાય એવી નિખાલસ, નાનાથી માંડીને મોટાઓની હંમેશા કદર કરે , માન આપે. બધી રીતે સર્વગુણસંપન્ન પણ એક ગુણ એવો જેનાથી એ દૂર ભાગે, એની દુખતી નસ એટલે છોકરાઓ. કોઈ પણ છોકરાઓ જોડે એનું ના બને, એમના દુશ્મન હોય એવો જ વ્યવહાર કરે. એમાંય જે