ભાગ-૧૬ બપોરે 1 વાગે ભાનુપ્રતાપ અને દેવ પટણા પહોંચી જાય છે,તે લોકો એરપોર્ટ પર લંચ લઇ કાર માં પૂર્વ ચંપારણ જવા નીકળે છે. ********************************************* બરાબર તે જ સમયે પુના ની હયાત રીજન્સી હોટેલ માં પવન ગવળી ના માણસો પ્રવેશે છે. તે હોટેલ નું રજીસ્ટર ચેક કરે છે. તેમાંથી જેટલા ગઈ કાલે બિહાર થી આવેલા છે, તેમનું લિસ્ટ બનાવે છે. કુલ ૨૦ રૂમ માટે એન્ટ્રી હતી અને દરેક રૂમ માં ૨-૨ માણસો એ ચેક-ઈન કરાવેલું. પવન ગવળી નો માણસ ચંદુ તરત ૧ ફોન કરી ૪૦ માણસો ને બોલાવે છે. હોટેલ ના મેનેજર ને ગનપોઇન્ટ