દિપજ્યોતિ

(17)
  • 3.8k
  • 1k

શહેર થી દૂર એક કોલોની માં બેઠા મકાન ની હારમાળ માંથી એક મકાન માં પ્રવીણ ભાડે થી રહેતો સાથે પત્ની સરલા અને છોકરો દિપ એમ નાનો પરિવાર ,દિપ કોલેજ માં સાયન્સ ભણતો અને પત્ની ઘર સંભાળતી.ઘર થી થોડેક દૂર ફેક્ટરી માં નોકરી કરતા પ્રવીણ ની આવક આમતો ઓછી પણ ઘરરખ્ખુ પત્ની ના કારણે નભી જતું અને દિપ પણ ઘરની પરિસ્થિતિ પ્રમાણે ઘણું જતું કરી સમય સંભાળી લેતો, આમ એકંદરે સંતોષી પરિવાર. પ્રવીણ ની ઈચ્છા આ કોલોની માં જ મકાન વેચાતું લેવાનું હતુ પણ આ આવક માં શક્ય નહોતું કેમકે આવક માંથી ઘર ખર્ચ, મકાન ભાડુ,કોલેજ ખર્ચ, વીમા પોલીસી બધુ બાદ થતાં