સમણાની રાખ

  • 3.8k
  • 915

લગ્નજીવનની પચ્ચીસમી વર્ષગાંઠે, ઉગતી ઉષાના સાનિધ્યમાં, ઘરનાં ફળિયામાં ઝૂલા પર બેઠેલ સમીરે ઝૂલાને હળવી ઠેસ મારી ત્યાં તો તે ઠેસ જાણે સીધી દિલમાં વાગી તેમ કંઈક ઝણઝણ્યુ. અધુરામાં પુરુ તે જ વખતે એક ચકલી મોઢામાં તરણું લઈ આવી.. તેણે સમીરની દુ:ખતી રગ દબાવી. સિગરેટના કસ ઉપર કસ ખેંચતો સમીર, સિગરેટની ધુમ્રસેર પર સવાર થઈ અતીતના ઊંડાણમાં ગરકાવ થઈ ગયો ને વિચાર શ્રૃંખલા અવિરત વહેતી થઈ..લગ્ન પહેલાનું એનું જીવન કેટલું ચંચળ..!! અદ્દલ અલ્લડ વાદળાં સરીખું.. મન ફાવે ત્યાં મ્હાલવાનું.. ને મોજ આવે તો મન મુકીને વરસવાનું.. મનગમતાં આકાર ધરવા.. ને ના કરવી કોઈની પરવા.. જીવન પચ્ચીસીનો એ પહેલો પડાવ તે એમાં