વિચારોમાં ડાઘ

  • 2.5k
  • 579

"ઓહહ, શિલું આવ આવ. ઘણા દિવસે આવી હોં. " છાયાબેન બોલ્યા." તને તો ક્યાં હું યાદ આવું જ છું. મેં વિચાર્યું ચાલ હું જ મળી આવુ." શિલું બોલી." અરે શિલું, આ વીર જોને.. આખો દિવસ તોફાન જ કર્યા કરે. મારો આખો દિવસ વીરને સાંભળવામાં જ નીકળી જાય છે. તને મળવા કેવી રીતે આવું ?" છાયાબેન બોલ્યા." એ તો જોતા જ લાગે છે. કેટલા વર્ષનો થયો વીર? " શિલું બોલી." આવતા મહિને પાંચ વર્ષ પુરા." છાયાબેન બોલ્યા." છાયા, વીર પાસે બંદૂક સિવાય બીજા રમકડાં કેમ નથી દેખાતા ?" શિલું થોડા આશ્ચર્ય સાથે બોલી." શિલું, વીરને બીજા રમકડાં ગમતા જ નથી. જ્યારે