ગુલાબો સિતાબો ફિલ્મ રીવ્યુ

(31)
  • 3.3k
  • 1.1k

ગુલાબો સિતાબો ફિલ્મ રીવ્યુ ડાયરેકટર સુજિત સિરકાર અને રાઇટર જૂહી ચતુર્વેદીની સફળ જોડી વિકી ડોનર, પિકુ અને ઓક્ટોબર બાદ ફરી એકવાર દર્શકો સમક્ષ હાજર થયાં છે ફિલ્મ ગુલાબો સિતાબો સાથે. ફરી એકવાર અમિતાભ બચ્ચન અને આયુષમાન ખુરાના સાથે પણ. આટલાં મોટા નામ કોઈ હિન્દી ફિલ્મ સાથે જોડાયેલાં હોય અને તે થિયેટરને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થતી હોય એવું પ્રથમવાર બને છે તેવું કહી શકાય. આવાં ધુરંધરો એકસાથે હોય એટલે ફિલ્મ માટે અપેક્ષા પણ વધુ હોય તે સ્વાભાવિક છે. ફિલ્મનાં ટ્રેઇલર પરથી વાર્તા શું છે તે અંદાજ આવી જાય છે. અમિતાભ બચ્ચન જૂની પુરાણી હવેલીનો માલિક અને આયુષમાન ખુરાના ભાડૂઆત.