કોરોના કથાઓ - 1

  • 4.6k
  • 1
  • 2k

કોરોના કથા 1શહેર આખું કોરોનાના કાળમુખા પંજાથી બચવા ભયનો બ્લેન્કેટ અને અફાટ એકાંતની ચાદર ઓઢી થથરતું પડ્યું હતું. એ અતિ વૈભવી, શિક્ષિત પરિવારોની વસ્તી ધરાવતા મહામુલા ફ્લેટસની લોબીમાં પચરંગી પ્રજાના પુરુષો મોંઘા ચડ્ડાઓ નીચેથી માંસલ પિંડીઓ ધરાર ધ્યાન ખેંચે તેમ પહેરી ફરતા હતા. આ ફ્લેટ અમદાવાદમાં હતા પણ પરિવારો ઘણા ખરા બિનગુજરાતી. ગુજરાતની એ જ ખાસિયત છે કે એ સહુને પોતાના કરી દે.'વી મસ્ટ ડુ સમથિંગ ટુ પ્રિવેન્ટ અનલોફુલ એન્ટ્રીઝ.' સિલ્વર ફ્રેમ વાળાં રે બાન સ્પેક્ટસ ધારી ભાર્ગવ સાહેબે કહ્યું. તેમની અટક ભાર્ગવ હતી. ગોત્ર પરથી. દિલ્હી તરફના. ગોરા ચટ્ટ, માંસલ બાહુઓ પુત્રે વિદેશથી મોકલેલ ટીશર્ટમાંથી દેખાડતા તેઓ પ્રતિભાવ માટે